STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Abstract Romance

4  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Abstract Romance

અવિલોપ્ય શાહી

અવિલોપ્ય શાહી

1 min
296

તારી પ્રીતનો નશો એવો તે ચડ્યો,

બની બદનામ લોકજીભે જઈ ચડ્યો,


એવી રીતે વાપરી, પ્રેમની રંગીન શાહી,

જેમ વપરાય ચૂંટણીમાં અવિલોપ્ય શાહી,


જીવનમાં આમેય રોજ જંગ ખેલાય છે,

ચૂંટણીમાં હોય તેમ ખેલ નવા ખેલાય છે,


નથી ફિકર હવે હારની કે જીતની,

ફિકર બસ મત કોને કોને દઉં એની,


કોણ જીતશે, કોણ હારશે જવા દે વાતને,

અવિલોપ્ય શાહી જેમ રંગી દે " અહેસાસ " ને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract