ગુજરાતી ભાષા
ગુજરાતી ભાષા
આજે ખોવાઈ ગઈ ગુજરાતી ભાષા
કે ભાષા હવે શોધું ક્યાં મોર્ડન યુગમાં,
ઘેઘૂર વડલાની ઊગતી આ ડાળને
બટકી ન જાય એમ રાખું
ખીલતી પોયણીઓ કોણ જાણે કેમ
ફરી કરમાતી ઝંખવાતી ભાખું,
ભેખડ ફાડીને વહે ઘસમસ ઝરણાં જાણે ખળખળતા વહેતા એના તાનમાં,
આજ ખોવાઈ ગઈ ગુજરાતી ભાષા
કે ભાષા હવે શોધું ક્યાં મોર્ડન યુગમાં,
ગણતર વિનાના ભણતરની ભીડ જાણે
પોલિશ વગરના કાચા હીરા
લખવું તો દૂર પણ બોલે જો કાંઈ
નીકળે ભાષાના લીરે લીરા,
વાદળ ફાટીને વહે ઝરમર વર્ષા છતાં ટળવળતા ચાતક જાણે રાનમાં
આજ ખોવાઈ ગઈ ગુજરાતી ભાષા
કે ભાષા હવે શોધું ક્યાં મોર્ડન યુગમાં.