મનમોહના
મનમોહના
મારા અંતરાત્માને જગાડી તું જા
મારા મનને આવીને સમજાવી તું જા,
મોહન મોરપિચ્છ પહેરી તું આવ જરા
દીલના દરવાજા ઝંઝોળી તું જા
માયાની નગરીમાં મુરઝાઉ અટુલી હું
મનને આવીને ઢંઢોળી તું જા.......
યમુનાને કાંઠે તું મુરલી મનમોહના
મારી ડૂબતી નૈયાને તું તારી ને જા
હાલક ડોલક મારું જીવન મઝધારે
આવીને એને ઉગારી તું જા........
સૂનું મારું મનડું ને સૂનું છે દિલડું
પ્યાસ અંતરની બુઝાવી તું જા
ચિત્તચોરનારા મનના માલિક મારા
સોનેરી સોણલાં સજાવી તું જા.