STORYMIRROR

Dina Chhelavda

Romance Fantasy

4.5  

Dina Chhelavda

Romance Fantasy

મહેફિલ

મહેફિલ

1 min
215


મહેફિલમાં મુલાકાત હતી ને સફરની શરૂઆત હતી,

એ મંઝિલ ઘણી દૂર હતી ને ગઝલની રજૂઆત હતી,


ખુશ્બૂ ભરેલા અત્તર હતા કે ખુશ્બૂ ભરેલા જામ હતા,

આ અશ્રુ ભરેલી પાંપણમાં શું મહેકતા કોઈ નામ હતાં,


તું હતી, તારી યાદો હતી, દિલમાં એક કસર હતી,

આંખોમાં રણની તરસ હતી ને લોહીભીની ટશર હતી,


એ હોઠોમાં પૈગામ હતા ને શબ્દોના સરંજામ હતા,

એ પીધા એ તો ગમ હતા ને વહી ગયા અંજામ હતા,


તારા મઢેલી રાત હતી ને વણકહેલી એ વાત હતી,

 મહેફિલમાં ગુંજતી હતી શાયરી ભરેલી જાત હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance