STORYMIRROR

Dina Chhelavda

Romance Fantasy

3  

Dina Chhelavda

Romance Fantasy

નવું વર્ષ ઉજવાય

નવું વર્ષ ઉજવાય

1 min
265

સપનાં તારા સપનાં મારા નવલા નવરંગી થાય,

મૌન બોલતી મારી આંખો તને સમજાય જાય,

એવું નવું વર્ષ ઉજવાય..


ખીલતી પ્રભાતે ટહુકા જેવું જીવન મધુરુ થાય,

કલરવ કલબલ કરતા સદા પ્રેમથી સરતુ જાય,

રંગોળીના રંગો આંગણ ખીલી ઊઠતા હરખાય,

એવું નવું વર્ષ ઉજવાય..


જીવન એવું ઊર્મિનું ઝરણુ ખળખળ વહેતું જાય,

અંતરમાં આનંદનો દીપ કૈં ઝળહળ પ્રગટી જાય,

એકબીજાની સાથે ઉત્સવ પળપળ મલકી જાય,

એવું નવું વર્ષ ઉજવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance