કમાલ થઈ ગઈ
કમાલ થઈ ગઈ

1 min

371
કુદરતની આજ કમાલ થઈ ગઈ
વાદળ ગરજતા ધમાલ થઈ ગઈ
વરસાદ ઝરમર વરસ્યો ત્યાં તો
મ્હેંકતી ફોરમ ગુલાલ થઈ ગઈ
ડાળે ડાળે કુંપળ ફૂટી ત્યાં તો
પાનખર સાથે બબાલ થઈ ગઈ
ટોડલે ટોડલે ટહુકા વેર્યા ત્યાં તો
કલરવ ગુંજતી ટપાલ થઈ ગઈ
અંબરે મેઘધનુષી રંગત જામી ને
સૃષ્ટિ સઘળી જમાલ થઈ ગઈ