STORYMIRROR

Nana Mohammedamin

Tragedy Fantasy

3  

Nana Mohammedamin

Tragedy Fantasy

એકતા

એકતા

1 min
330

હિન્દૂ, મુસ્લિમ શીખ, ઇસાઇ, બોલો બધા છે ભાઈ ભાઈ,

છોડો ધર્મના નામે લડાઈ, કોનું ભલું થયું છે ભાઈ,


જાતિવાદના નામે દેશના, પડ્યા ભાગ ને યુદ્ધ થયું,

કેટલા ઘવાયા, કેટલા મરાયા, ચારેતરફ નુકશાન થયું,


ધર્મનાં ધાર્મિક ઝંડાઓ લઈને ફરવાનું છોડીએ ભાઈ ભાઈ,

એક રાષ્ટ્રીય તિરંગો લઈને ફરીએ ભાઈ,


દરેક ધર્મનો રચયિતા ઈશ્વર, તેનું જ તમે અપમાન કર્યું,

અરે, ઇન્સાન બની ઇન્સાનિયત નું જ તમે અપમાન કર્યું,


વિશ્વ આખાને એકતાની દોરીથી બાંધીએ ભાઈ ભાઈ,

એકતાના બંધનમાં બંધાઈ મીઠી વાણી બોલીએ ભાઈ,


બધા ધર્મ શીખવાડે માનવતા, ભાઈચારો ને એકતા,

આવો બધા ધર્મને જોડી અખંડ ભારતની પ્રતિષ્ઠા,


"નાના"એટલું જ કહે,

એક-બીજા સાથે સાંકળ બનીને રહીએ ભાઈ ભાઈ,

એકતાનો મૂળ વાવીને મીઠાં ફળ મેળવીએ ભાઈ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy