હવે નહિ કરું
હવે નહિ કરું
તને ધ્રુણા થાય એવો કોઈ સંવાદ નહીં કરું,
જા આજ થી તને રોકવાનો પ્રયાસ નહીં કરું.
લખાઈ ગયું છે ક્યારનું, જે કિસ્મતમાં આપણી,
તેને બદલવાની હવે હું ફરિયાદ નહી કરું.
જઈ શકે છે દુર, તું શોખથી આ નજરોથી,
કોઈ રસ્તે તારા ચેહરા સામે હું ઉંચી આંખ નહીં કરું.
કરું છું કોશિશ વર્ષોથી તને પામવાની,
પણ મારા તૂટેલા હ્રદયની વધુ પરીક્ષા નહી કરું.
મંજૂર તારો ગુસ્સો ને નારાજગી આ તારી,
પણ તારા સિવાય કોઈની ચાહત હું સ્વીકાર નહીં કરું.