વગર વાદળે તમે વરસાદ લાવ્યા
વગર વાદળે તમે વરસાદ લાવ્યા
વગર વાદળે તમે વરસાદ લાવ્યા
ફક્ત ઉઠાવી નજરો, છએ ઋતુ એકસાથ લાવ્યા
અડીને હાથોને નવો ઉન્માદ લાવ્યા
હેમંત નો થથરાવતો તલસાટ લાવ્યા
બંધ હોઠે થતી એક વાત લાવ્યા
શિશિરનો ઝાકળસમો મલકાટ લાવ્યા
વિસરેલા કંઇ કેટલાય વિચાર લાવ્યા
વસંતનો ઓચિંતો રણકાર લાવ્યા
લજવાતા ગાલોની રતાશ લાવ્યા
ગ્રિષ્મનો સેકાવતો તાપ લાવ્યા
મહેંદીના હાથોની સુવાસ લાવ્યા
વર્ષાના આગમનની ભીનાશ લાવ્યા
સોળે શણગારની તમે કુમાશ લાવ્યા
આખરે શરદનો ચાંદ બનીને સાક્ષાત અાવ્યા
ખબર નહિ ક્યારે ક્યાં ને તમે શું લાવ્યા
બસ બદામી આંખોમાં તમારી અમે આખું જગત પામ્યા