STORYMIRROR

Darshita Jani

Romance Tragedy

3  

Darshita Jani

Romance Tragedy

હવે નહિ કરુ

હવે નહિ કરુ

1 min
26.7K


તને ધ્રુણા થાય એવો કોઈ સંવાદ નહી કરું

જા આજથી તને રોકવાનો પ્રયાસ નહી કરું


લખાઈ ગયું છે ક્યારનું, જે કિસ્મતમાં આપણી

તેને બદલવાની હવે હું ફરિયાદ નહી કરું


જઈ શકે છે દુર, તું શોખથી આ નજરોથી

કોઈ રસ્તે તારા ચેહરા સામે હું ઉંચી આંખ નહી કરું


કરું છુ કોશિશ વર્ષોથી તને પામવાની

પણ મારા તૂટેલા હ્રદયની વધુ પરીક્ષા નહી કરું


મંજુર તારો ગુસ્સોને નારાજગી આ તારી

પણ તારા સિવાય કોઈની ચાહત હું સ્વીકાર નહી કરું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance