ચાહ્યા કરું...
ચાહ્યા કરું...
રોજ તું દૂર જવાનું કોઇ કારણ શોધે,
હું કોઇને કોઇ બહાને સતત તને રોક્યા કરું
તું રાતની શાંતિ મહાલવા ટેવાયેલો,
હું બસ એમ જ તારા નામનું રટણ કર્યા કરું.
શબ્દોના જાળથી તું રોજ મને સમજાવે,
બદામી આંખોને તારી હું નાસમજ બની તાક્યા કરું.
પથ્થર બની તું રોજ ફરી અકળાય,
પાણીની ધાર બની તોડવા તને હું મથ્યા કરું.
ગુસ્સા ને ડરથી તું રોજ મને વિખેરે,
આશાની ઇંટ છતાં હું એક પછી એક ગોઠવ્યા કરું.
જ્યોત બની હંમેશા તું અરમાન મારા દઝાડે,<
/p>
મીણ બનીને નખશીખ હું એમજ પિગળ્યા કરું.
રસ્તે જોતા પણ તું મને ચેહરો ફેરવી જાય,
તારી એક ઝલક જોવાને હું મહિનાઓ તરસ્યા કરું
તારા વિનાની સવારની તું આદત મને લગાવે,
છતાં તારી એક સાંજની રોજ પ્રતીક્ષા હું કર્યા કરું.
સાથે જીવેલી એ એક એક પળ તું વિસરી જાય,
એ યાદોને હું આપણી રોજ એમ જ શણગાર્યા કરું.
ઇનકારથી તારા ભલે તું રોજ મને પછાડે,
છતાં પાગલ બની હું પ્રેમના આકાશે ઉડ્યા કરું.
તારા નામ પર બસ જીવ્યા કરું,
એમ જ તને ચાહ્યા કરું.