STORYMIRROR

Sanjay V Shah

Fantasy

4  

Sanjay V Shah

Fantasy

તારી આંખમાં ડૂબાડે તો જાણું

તારી આંખમાં ડૂબાડે તો જાણું

1 min
492

મને દરિયામાં સમજણ કંઈ પડતી નથી

તારી આંખમાં ડૂબાડે તો જાણું,


તને પામીને એક પળમાં જીવી જવા

મારે ભવ એકસાથે નવ્વાણું,


જેને જોવાને દર્પણમાં જોઈ જોઈ તરસી,

મારા રમતુડા ગાલે લ્યો લાલી એ વરસી,

ખુલ્લી આંખોમાં સપનાંઓ દોડે થઈ હરણાં,

મેં પણ જાણ્યું શું માણસ દેખાય પ્રેમવર્ણા!


અમથું મનમાં મલકાઉં ને અમથું હસું!

અમથું તુંયે જોડાય તો હું જાણું...

તારી આંખમાં...

એક તરણાનો ભાર મારી ઇચ્છાનો મેરુ,

મને સાચવ તું હૈયામાં થઈ મારો ભેરુ,

પગલાં કંકુથી રંગું ને મહેંદીળા હાથે,

જાઉં વણદીઠી ભોમે હું સાજન સંગાથે,


થોડાં વરસોમાં ઝાઝી મીઠાશ ભરી દે,

એવી વિધિ કરાવે તો જાણું

તારી આંખમાં...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy