STORYMIRROR

Lata Bhatt

Drama Fantasy

4  

Lata Bhatt

Drama Fantasy

તારા હાથમાં આપું

તારા હાથમાં આપું

1 min
295

લાવ તારો હાથ, 

તારા હાથમાં આપું,


સૂરજનું અજવાળું.

જે તારો રાહ ઉજાળે,


પંખીના બે'ક ટહુંકા,

જીવન મધુરતમ બનાવે,


ફૂલોની મહેંક,

વૃક્ષોની લીલપ,


બે'ક ઝાંકળબુંદ,

પતંગિયાનું ચૈતન્ય,


વરસું વરસું થતા વાદળો,

તેને તારામાં સમાવી લે.


ના બંધ કર મુઠ્ઠી,

ચપટી ચપટી વેરતી રેજે,


સૌને લ્હાણ કરીશ,

તોય તારી પાસે હશે,


સુવાંગ ને પોતીકું,

પણ હા જતન કરજે,

જીવથી અદકેરું તેનું!


Rate this content
Log in

Similar gujarati poem from Drama