STORYMIRROR

Bindya Jani

Fantasy Tragedy

4  

Bindya Jani

Fantasy Tragedy

અબ્ધિ

અબ્ધિ

1 min
838


અગાધ દરિયાને માપવા જાઉં છું,

ને મોજાં માં અટવાઈ જાઉં છું.


નથી દેખાતો કિનારો છતાં પણ,

હું કિનારો શોધવા જાઉં છું.


દૂર-દૂર ક્ષિતિજ જોતા જ હું,

વિચારો માં ખોવાઈ જાઉં છું


ને ઉછળતા મોજાના સ્પર્શે,

હું તંદ્રામાંથી જાગી જાઉં છું.


ને આમ અગાધ અબ્ધિમાં હું

બિંદુ બની ખોવાઈ જાઉં છું!



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy