STORYMIRROR

Dilip Ghaswala

Fantasy

4  

Dilip Ghaswala

Fantasy

ચાંદની

ચાંદની

1 min
401

ગ્રીષ્મ રાતે ઝળહળે છે ચાંદની,

આપવા ઠંડક અડે છે ચાંદની.


 તેં બિછાવી જાળ કેવી રૂપની?

પાથરી છળ ટમટમે છે ચાંદની.


તારલા થઈ યાદ વેરાઈ બધે,

શોધવા એ નીકળે છે ચાંદની.


ચાંદથી ઉધાર લીધું તેજ જે, 

લેતી દેતી ચૂકવે છે ચાંદની.


જિંદગીમાં છે અમાવસ કાયમી,

તું નથી તો ક્યાં મળે છે ચાંદની?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy