....નહીં
....નહીં
કિંમત ના હોય ત્યાં વહેચાવું નહીં, અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં,
જેની નજરમાં તમારી કોઈ કિંમત નહીં, એમની મહેફિલમાં પાગલ બની જાવું નહીં.
જીવનને રમકડું સમજતા લોકોની સાથોસાથ સાગરમાં તરવું નહીં,
જેના દિલમાં ફક્ત હરિફાઈ હોય, એમની સાથે સ્પર્ધામાં ઉતરવું નહીં.
જ્યાં વિશ્વાસની જગ્યા જ ન હોય, ત્યાં ક્યારેય હૃદય ખોલવું નહીં,
જ્યાં ફક્ત સ્વાર્થની વાત હોય, એ જગ્યા કદી પણ ધ્યાન ધરવું નહીં.
દુનિયાની આ ભીડમાં મીઠા શબ્દોની મીઠાશમાં કદી ફસાઈ જવું નહીં,
સાચા લોકોની સાથોસાથ ચાલવું, અને ખોટા લોકોને ક્યારેય ગળે લગાડવું નહીં.
ભલેને સંબંધો કાચ જેવા ક્ચોટ હોય, અરે!એ ક્યારેય તોડવું નહીં,
જરા જેટેલી પણ શંકા જન્માવે એવા નિશાન રાહમાં છોડવું નહીં.
'નાના' કહે છે, દેખાડાની આ દુનિયામાં કંઈ વધુ રાચવું નહીં,
ખોટાઓની સંગ ભોળવાય જઈ, કદી પોતાનું સ્વમાન ખોવું નહીં.
