વેદના રડી લીધી
વેદના રડી લીધી
રેત પડી આંખોમાં, તેને આંસુઓથી ધોઈ નાંખી,
સૂફૂ ઝાડ મળ્યું, એને ગળે લગાવી, દિલની વેદના રડી લીધી.
જિંદગીના માળામાં, જો મળ્યાં કાંટા તો શું થયું,
સ્વપ્નોની ફુલદાની, મેં વિરહની વાતોમાં ખીલવી લીધી.
મિત્રતાના ભ્રમમાં, એકલતા મળતી રહી કાયમ,
યાદોના અજવાળે, ભીની રાતોની કવિતા કહી લીધી.
વિતેલાં પ્રસંગોના અમૃતને, હૃદયે જ ખૂબ પીધાં,
વિષાદની વેદનાને, સ્મૃતિની પ્યાલામાં ભરી લીધી.
સ્વાર્થના સંબંધોમાં, આશા હંમેશા ધૂળમાં મળી,
લોભના આ વલોણે, સંવેદનાને ઝેરી બનાવી દીધી.
ધર્મના આ ઢોંગમાં, માનવતા ક્યાંક અટવાય ગઈ,
મઝહબી કટ્ટરતાને, લોકોએ ભક્તિની ખ્યાતિ આપી દીધી.
સંસ્કારની આ ધરતી પર, નૈતિકતા મરી ગઈ,
અજ્ઞાનતાના આંધળપણે, અર્થની મર્યાદા ટૂંકાવી દીધી.
ન્યાયના મંડપમાં, સત્યનું ચીરહરણ જાહેરમાં થયું
અસત્યના આ ખેલમાં, "નાના"એ શ્રદ્ધા ગુમાવી દીધી.
