STORYMIRROR

Nana Mohammedamin

Inspirational

4.6  

Nana Mohammedamin

Inspirational

બદનામ કરે

બદનામ કરે

1 min
46


અદાલતમાં કેમ કરી જાઉં કે જ્યાં કોલાહલ કરે,

માંગણી જો કરી ન્યાયની, તો ભારે બદનામ કરે.


લૂંટાવી દીધો હક મારો એને કેવી રીતે ભૂલું,

હતો મારો જ હિસ્સો, આજ એને જ નનામ કરે.


ફરિયાદ દુઃખની ટોળા સામે થઈને મને હસી કાઢયો,

શબ્દો મારા આંસુ થયા,પણ મારી સામે ના આમ કરે.


સાચું બોલીને હાર્યો છું, ને જૂઠાઓની જીત થઈ, 

વિશ્વાસનું આ જગત એ જ વાત પર અભિમાન કરે.


હૃદયનું બોજું કોને કહું, દરેકની છે શંકાની નજર, 

દિલાસો તો દૂરની વાત અહીં તો, લોકો અપમાન કરે.


આબરૂની તો શી આશા રાખું આ બેઆબરીથી,

બુરાઈ તો મારી દરેક પળ લોકોથી ખુલ્લે આમ કરે.


સપનાના મહેલ તૂટયાં જે હવે થઇ પડ્યા ખંડેર,

જરા જેટલી બંધાયી આશા ત્યાં તો કદમ જામ કરે.


અરે ! ઓળખાણ બનાવવાની ક્યાં પડી હતી મને,

છતાં "નાના"ને તેઓ ભરી મહેફિલ વચ્ચે ગુમનામ કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational