માં
માં
તું હતી તો ઘર ખરેખર ઘર હતું માં,
એક મીઠું આંગણું કલરવ હતું માં,
ધોમધખતા તાપ સામે ઢાલ જેવું
એક માથે વાદળું શીતળ હતું માં,
સાવ ખાલીખમ હતું પણ તું હતી,
તો એમ લાગે ખોરડું પગભર હતું માં,
તકલીફો વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ અને પ્રેમાળ હતું માં,
ફાયદો નુકસાનનો હિસાબ શાનો.
તારું બસ હોવાપણું સરભર હતું માં