પ્રેમનો હક્ક
પ્રેમનો હક્ક


પ્રેમના દરિયામાં તરતાં શીખ્યો,
વાત મારા દિલની કરતાં શીખ્યો,
છેલ્લી પાટલીએ બેસતો હતો,
હું ક્યાં કોઈની નજરમાં ચડતો હતો.,
કોઈ અંગત મળે તો સારું એવું વિચારી,
રોજ વાત દિલમાં લઈને ફરતો હતો,
રોજ કંટાળો આવતો હતો,
એટલે જ દોસ્તો હું તમને હેરાન કરતો હતો,
હવે નહીં કરું તમને હેરાન, કેમકે,
હવે એ બધા હક્ક મારી જાનકીને આપી બેઠો !