તાજમહેલ
તાજમહેલ


ફૂલો જેવી સુગંધ છે તારામાં પ્રેયસી...!
જો તને વાંધો ના હોય તો ગઝલ મહેકાવી દઉં...!
ભગવાનની ઝલક છે તારામાં પ્રેયસી...!
જો તને વાંધો ના હોય તો આસ્તિક બની જાઉં...!
નીલ ને તારામાં જ હવે જન્નત દેખાય છે...! જો તને વાંધો ના હોય તો અરીસો દેખાડી દઉં...!
લુફત ઉઠાવવા માંગુ છું તારી નશીલી આંખો નો...!
જો તને વાંધો ના હોય તો ખુદને ભૂલાવી દઉં...!
કત્લ કરે છે ખુબસુરત ખંજન તારા...!
જો તને વાંધો ના હોય તો દિલ જખમથી ભરી દઉં..!
તને મારા સ્વપ્નોની મુમતાઝ બનાવવા નથી માંગતો..!
જો તને વાંધો ના હોય તો તાજમહેલ ઊભો કરી દઉં..!