મારી દીકરી મારું ફૂલ
મારી દીકરી મારું ફૂલ
1 min
473
લગ્નમાં હું જતો જ્યારે જ્યારે.
મનમાં થતો સવાલ ત્યારે ત્યારે.
વિદાય માં બધા કેમ રડે છે.
રડવું હોય તો લગ્ન કેમ કરે છે.
મારી લાડકવાયી ને સાચવજો.
એમ દરેક દિકરાને કહેવાય છે.
તો પેલો શું એને હેરાનપરેશાન.
કરવા માટે લઈ જતા હશે.??
જવાબ ના મલ્યો મને.
બહું બધા પુસ્તકો વાંચ્યા.
સમજાયું બધું મને જ્યારે.
હું દીકરી નો બાપ બન્યો...!!!
