આજે પણ છે
આજે પણ છે


ક્યાંક તું અને હું મળશું.
એ જગ્યાની તલાશ આજે પણ છે.
ખોવાઈ ગયેલી મારી દુનિયામાં.
તને શોધવાનો વિચાર આજે પણ છે.
દુભાયેલ મારા માનસપટમાં.
અંકાયેલ તારો ચહેરો આજે પણ છે.
ઘણું કહેવું છે પણ રહી જાય છે.
કાલ રાતની વાતનો અફસોસ આજે પણ છે.
જાગીને થાય છે મારી રાત્રીઓ પ્રસાર.
તારા સ્વપ્ન પુરા થવાનો ડર આજે પણ છે.
હું નથી કોઈ લેખક કે નથી કોઈ મોટો કવિ. છતાં તારા માટે લખવાનો શોખ આજે પણ છે.