મને ગમે છે
મને ગમે છે
પ્રેમ કરતાં મને ક્યાં આવડે છે...!
મને તો તારી સાથે રહેવું ગમે છે...!
પ્રેમ નો અર્થ તો મને ક્યાં ખબર છે...!
પણ તારી કાળજી લેવી મને ગમે છે...!
તારી વાતો ધ્યાનથી સાંભળવી...!
તું હસે ત્યારે તારા ગાલ પર પડતાં...!
મસ્ત ચિન્હ જોવા મને ગમે છે...!
કવિતા લખતાં મને ક્યાં આવડે છે...!
પણ તને જોઈને શબ્દો આપમેળે...!
ગોઠવાઈ જાય એ મને ગમે છે...!
મને ક્યાં સમય જોઈ પ્રેમ કરતાં આવડે છે...!
પણ તું હોય સાથે એ દરેક સમયને...!
તું ના હોય ત્યારે યાદોને વાગોળવી મને ગમે છે...!
પ્રેમ કરતાં મને ક્યાં આવડે છે...!
પણ તારી બાહોમાં રાહત લેવી મને ગમે છે...!
તારા ખોળામાં માથું રાખીને સુવું મને ગમે છે...!