બેસો
બેસો
અફવાના સૌ દરવાજાને બંધ કરીને બેસો,
ઈશ્વરનું મનમાં ને મનમાં નામ સ્મરીને બેસો.
કોરોના'ખતરો છે મોટો માનવના જીવન પર,
તું તું મેં મેં છોડી હૈયે ભાવ ભરીને બેસો.
યોગકલા, કસરત, વાચન, પરિવારે ભેળાં થઇને,
લેવા મનગમતાં કામોનો લ્હાવ ઠરીને બેસો.
અણધારી આફત આવી છે એવી જાશે નક્કી,
થાળી ઠોકીને ધરતી પર વિસ્તરીને બેસો.
જીવન કેડી કંડારીને થઈ જાઓ અંગારો,
દઈ જાકારો 'કોરોના' નિર્મૂળ કરીને બેસો.