STORYMIRROR

Leelaben Patel

Fantasy

4  

Leelaben Patel

Fantasy

પૂછી જોયું

પૂછી જોયું

1 min
74


દર્પણને મેં પૂછી જોયું, 

દિલ મારું સમજાવી શકે ! 


મારી લટને સાજનનો સ્પર્શ આપી શકે !

મારી આ આંખોમાં તસવીરને છાપી શકે !

મનડું તું હરખાવી શકે !

દર્પણને મેં પૂછી જોયું .


પાંપણના ખૂણે ડોકાતા એક જ ટીપે,

ચહેરો દર્પણ પર તો આશા સઘળી લીંપે.

પાંખોને ચિતરાવી શકે !

દર્પણને મેં પૂછી જોયું. 


અરમાનો આંખે આંજી કાજળમાં બોળી,

જોતી અદ્દલ ચહેરામાં હું લાગું ભોળી.

સુખને તું સરજાવી શકે !

દર્પણને મેં પૂછી જોયું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy