STORYMIRROR

Leelaben Patel

Inspirational

4  

Leelaben Patel

Inspirational

સરખામણી

સરખામણી

1 min
60

આ ધબકતા શ્વાસને સરખામણી ફાવે નહીં, 

ઢાંકણી સાથે મને સરખામણી ફાવે નહીં.


કોડિયું થઈને ભગાવું પાસમાં અંધારને,

આતમાના તેજને સરખામણી ફાવે નહીં. 


મુક્ત આભે કલરવું છું પ્રેમના શબ્દો થકી,

ચીં ચીં કરતી ચાંચને સરખામણી ફાવે નહીં. 


અવનિ થઈ ઝેલું તિરાડોમાં સકળ સંતાપને,

આ મમતના ખેલને સરખામણી ફાવે નહીં. 


વેદનાઓ જોઈને વરસી પડે છે આંખડી,

સ્નેહના સંવાદને સરખામણી ફાવે નહીં. 


દ્રષ્ટિ મારી તો અલગ જીવન પરત્વે છે 'ઝલક',

કોઈ સાથે જાતને સરખામણી ફાવે નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational