STORYMIRROR

Leelaben Patel

Romance

4  

Leelaben Patel

Romance

આપણે

આપણે

1 min
71

એકબીજાના નયનમાં તરવરીશું આપણે,

સ્નેહ સાથે આ જગતમાં ઝરમરીશું આપણે. 


સાથમાં માણી હતી જે જે પળો જીવન તણી,

તે બધીયે યાદમાં લઈને ફરીશું આપણે.


એક ફેરો જિંદગીમાં જાય ફોગટ તો પછી,

આવતા જન્મે ફરીથી અવતરીશું આપણે. 


વૃક્ષની ડાળે બનીશું એક કૂંપળ ફૂટતી,

પાનખરમાં પર્ણ થઈને ફરફરીશું આપણે. 


સાથ જોયાં સ્વપ્ન પણ તૂટી જશે જો તાર થઈ,

 મૌન ધરતાં અંતરેથી ખરખરીશું આપણે. 


ભેટશે જો રાહમાં સામે ભયાનકતા કદી,

ભયને પામી હાથ થામી થરથરીશું આપણે.


વીતતી પળ દિલને ઠોકર મારતી ચાલી જશે,

એ હિસાબો બાદબાકીથી કરીશું આપણે.


જ્યાં હૃદય અહેસાસ પામે વેદના સંવેદના,

તો ધરાના એ જ ખૂણે જઈ ઠરીશું આપણે.


આ મલક આબાદ કરવો છે મળી સૌએ અહીં, 

હાથ જોડી ઈશની પાસે કરગરીશું આપણે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance