STORYMIRROR

Mansi Desai

Romance

3  

Mansi Desai

Romance

પ્રેમ

પ્રેમ

1 min
397

મને ખબર છે કે આ શક્ય નથી,

પણ તેમ છતાંય ચાલને ફરી એક થઈ જઈએ,


બધું જ ભૂલીને ફરીથી એક નવી સફર કરી લઈએ,

માની લીધું કે ભૂલવા માટે કશું જ વધ્યું નથી,


તેમ છતાંય ચાલને એકવાર એ ભૂલો જ શોધી લઈએ.

શું થયું ? કેમ થયું ?

કશું જ ખ્યાલ નથી તને કે મને,

તો પછી કેમ આમ ચૂપ જ રહી જઈએ.


શોધી તો જોઈએ એકવાર ફરી એકબીજાને,

શું ખબર પોતાને એકબીજામાં જ મેળવી લઈએ.


મિત્રતાનો જ હતો ને સંબંધ ?

તો ચાલને એ મિત્રતાના નામે ફરી પાછો એ જ પ્રેમ કરી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance