રાહ
રાહ
રાહમાં ઊભી છું,
પણ અફસોસ એ રાહમાં તારી રાહ નથી,
મારાં જીવનમાં રાખવી હતી છતાંય તારી આહ નથી,
ભટકાયેલ મુસાફર જેવી હાલત છે,
પણ હવે તને મારાં વિષે કશી જ ખબર નથી,
રોકુ તને ક્યાંક જોઈ લઉં તો,
પણ હવે તું ક્યાંય મને દેખાતો જ નથી,
ખોવાયો હોત તો એકવાર શોધી પણ લેત,
પણ, હવે તું સામે રહીને પણ જડે એમ નથી,
કેમ ન કરું તને પ્રેમ,
તું દૂર રહીને પણ પાસે રહી ક્યાંય જતો નથી,
હજી પાછળ ફરીને ઘણીવાર ઊભી રહી જાવ છું,
આભાસ થાય છે કે ક્યાંય તું બૂમ તો મારતો નથી,
જાણું છું, અશક્ય છે,
પણ તારાથી બંધાયેલ ખબર નહીં કેવી ગાંઠ છે,
જે તારાથી પણ હવે છૂટી શકે એમ નથી,
હા,રાહમાં જ ઊભી છું,
પણ, રાહ એવી છે કે ઈચ્છિને પણ તારી રાહ જોઈ શકાય એમ નથી !