ખોવાઈ ગયો
ખોવાઈ ગયો
બધાંથી છુપાડીને રાખ્યો હતો તને,
ને આજે તું જ ખોવાઈ ગયો છે,
વહેમ જ હતો એ કે, તું મારો હતો,
જે તું સાબિત કરી ગયો છે,
તને મળેલી જે જગ્યાએ પહેલી ને છેલ્લીવાર,
એ પછી એ સ્થળની મુલાકાત પણ છોડી દીધી છે,
તું આવીશ ! કદાચ, તું આવીશ !
એ રાહમાં,મે કિંમતી વર્ષોને વીતાવી ગુમાવી ચૂક્યા છે,
તેમ છતાંય, ક્ષણભર પણ તારી યાદને ચૂકી નથી,
કંઈક એમ મારા જીવનમાં તું ઘર ગરી ગયો છે,
તારી યાદોમાં રહેવાનું એટલી હદે ફાવી ગયું છે,
કે,હવે વાસ્તવિકતા સ્વીકારવાનું છોડી દીધું છે,
અજાણ્યાંથી મિત્રતા, મિત્રતાથી પ્રેમ,
ને ફરી પ્રેમથી અજાણ્યાં બની, મેં તને ગુમાવી દીધો છે,
બધાંથી છુપાડીને રાખેલો તને,
ને આજે તું જ ખોવાઈ ગયો છે,
તું મારાથી જ ખોવાઈ ગયો છે.
