અજાણી
અજાણી
હવે રાતો લાંબી ને વાતો ટૂંકી થઈ ગઈ,
એક ખાસ વ્યક્તિ અજાણી થઈ ગઈ,
હતી હું એનાં માટે ખાસ,
ને એ ખાસિયત ક્યાંક દફન થઈ ગઈ,
કારણ કે હું'ય એનાં માટે અજાણી થઈ ગઈ,
તું આવીશ ? કે, હું આવું ?
પર ચર્ચા સાવ બંધ થઈ ગઈ,
કારણ કે, એ ખાસ વ્યક્તિ અજાણ થઈ ગઈ,
લાગણી હતી એ ખબર નહીં ક્યાં વહી ગઈ,
કદાચ નદીમાંથી એ દરિયામાં ભળી ગઈ,
ને એટલે જ ખાસ વ્યક્તિ અજાણી થઈ ગઈ,
કાયમને માટે સાચવી રાખીશ,
એ ચક્કરમાં, ચકડોળે ચડી ગઈ,
મળી હતી ઘણાં સમય પછી
સમય વિતાવી શકાય એવી સાથીને,
એની સાથે રાતો ટૂંકી થઈ હતી,
પણ હવે,રાતો લાંબી ને વાતો ટૂંકી થઈ ગઈ,
કારણ કે, એ વ્યક્તિ અજાણી થઈ ગઈ.
