Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mansi Desai

Abstract

3  

Mansi Desai

Abstract

અર્ધ ચંદ્ર

અર્ધ ચંદ્ર

1 min
143

આજે આભમાં અર્ધ ચંદ્ર જોઈને તું યાદ આવ્યો,

કે, તું પણ આમ જ મારાં જીવનમાં અડધો રહ્યો.

હતો ત્યારે જીવન પૂનમ જેવુ જ હતું,

ને ગયો ત્યારે અમાસ તો નહીં પણ અધૂરો મૂકીને ગ્યો.

અધૂરું રહેવું જ હતું,

તો તું ગયો જ કેમ ?

ને જવું જ હતું, તો આવ્યો કેમ ?

પૂછું તને સવાલ તો તારાં પાસે જવાબ નથી,

ને મારે આપવાં છે જવાબ તો તું સવાલ પૂછતો જ નથી,

તું પણ જાણે છે, ને હું પણ,

ક્યાં કોનો કેટલો વાંક છે,

તે કંઈ થોડી એમ જ લીધો એ વળાંક છે.

કશું જ કહેવું નથી હવે તને,

પણ,

આ તો આભમાં આજે અર્ધ ચંદ્ર જોયો ને તું આવ્યો,

કે,તું જીવનમાં કોઈક હતું જે આમજ.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract