રહી ગયું
રહી ગયું
તારી સાથે હરવાનું રહી ગયું,
તારી સાથે ફરવાનું રહી ગયું.
તારી સાથે સાંજનાં ચાંની ચુસ્કી લેવાનું રહી ગયું,
ખભે માથું રાખીને થાક ઉતારવાનું રહી ગયું.
હાથોમાં હાથ પરોવી ચાલવાનું રહી ગયું,
ને એમજ રસ્તો ઓળંગવાનું રહી ગયું.
અધવચ્ચે ભટકી ગયેલ છું,
તારાં વિનાં મંઝિલ શોધવાનું રહી ગયું.
સફર ઘણો લાંબો હશે,
એને હવે કાંપવો પડશે,
કારણ કે,તારાં વિનાં એ સફર માણવાનું રહી ગયું.
લખી છે, આપણાં ઉપર એક વાર્તા,
પણ તને જ સંભળાવવાંનું રહી ગયું,
કારણ કે, આપણું મળવાનું જ રહી ગયું.

