મજા આવે
મજા આવે
ક્યારેક તારી સાથે હસવાની મજા આવે,
તો ક્યારેક દીલ ખોલીને રડવાની મજા આવે.
ક્યારેક તારી સાથે વાતો કરવાની મજા આવે,
તો ક્યારેક નારાજ થઈ અબોલા રહેવાની મજા આવે.
ક્યારેક તારી ખુશ્બુમાં ખોવાઈ જવાની મજા આવે,
તો ક્યારેક તને દિલના દર્પણમાં ગોતવાની મજા આવે.
ક્યારેક તારા પાસે હોવાનાં અહેસાસથી મજા આવે,
તો ક્યારેક તને જોવાનો લ્હાવો લેવાની મજા આવે.
ક્યારેક તને અઢળક હેરાન કરવાની મજા આવે,
તો ક્યારેક તને ખુશ જોઈ લઉં ને એમાં જ મજા આવે.