Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

"Komal" Deriya

Abstract Romance Fantasy

1.8  

"Komal" Deriya

Abstract Romance Fantasy

એક મુલાકાત આ વરસાદમાં

એક મુલાકાત આ વરસાદમાં

1 min
253


આવ્યો એમનો સાદ આ વરસાદમાં,

મળવાના છે તે આજ મને વરસાદમાં,


મોર ખીલે, ઢેલ ખીલે આ વરસાદમાં,

ખીલશે તું મારી સાથ આ વરસાદમાં ?


ઝૂમી ઊઠી સૃષ્ટિ જોને આ વરસાદમાં,

શું ઝૂમશે મારી સાથ તું આ વરસાદમાં ?


તું આવ દોડીને મળવા આ વરસાદમાં,

તારા વિના વાગે ટીપાંં આ વરસાદમાં,


વાછટે ભીંજાઈશું સાથે આ વરસાદમાં,

અનરાધાર પ્રેમ કરીશ તને આ વરસાદમાં,


મળી ટાઢક અષાઢના પહેલાં વરસાદમાં,

મૂક હવે વૈશાખી ગુસ્સો આ વરસાદમાં,


જો કેવા ગરજે વાદળાં આ વરસાદમાં,

તારી યાદ અપાવે છે મને આ વરસાદમાં,


ગુસ્સે થઈને વીજળી ત્રાટકી વરસાદમાં, 

તું ય એના જેવી જિદ્દી આ વરસાદમાં,


કાગડો થશે છત્રીઓ આ વરસાદમાં,

પલળશે મારી સાથ તું આ વરસાદમાં ?


જેવી મીઠી માટીની ખુશ્બુ આ વરસાદમાં,

એવી મીઠી લાગે તારી ખુશ્બુ આ વરસાદમાં,


દરિયો ઊછળે ભેટવા નદીને વરસાદમાં,

આવો તો આલિંગન આપું આ વરસાદમાં,


ધરતી આભનું થયું મિલન આ વરસાદમાં,

તું હવે માની જા પ્રિયતમા આ વરસાદમાં,


આશાના છાંટા લઈ આવ્યો આ વરસાદમાં, 

ફરી મુલાકાત થશે આપણી આ વરસાદમાં ?


વાદળા ફરી રહ્યાં છે પાછા આ વરસાદમાં, 

હજી તારી રાહમાં ઊભો છું આ વરસાદમાં,


ભર્યાં છે મેં ખોબામાં ટીપા આ વરસાદમાં,

આવે તો વ્હાલથી વરસાવું આ વરસાદમાં,


મળવાની આશા પુરી થઈ આ વરસાદમાં,

છેવટે તો તું આવી જ ગઈ આ વરસાદમાં,


જો તારું ભીંજાયેલું બદન આ વરસાદમાં, 

ખીલ્યું છે પ્રકૃતિની માફક આ વરસાદમાં,


આંખોથી આંખો મળી છે આ વરસાદમાં,

આપણે બે એક થઈ ગયા આ વરસાદમાં. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract