ત્યારે તારી યાદ આવે છે
ત્યારે તારી યાદ આવે છે
જ્યારે પંખીઓને ગીત ગાતા સાંભળું,
ત્યારે તારી યાદ આવે છે,
જ્યારે સુરજને આભમાં ખિલતો નિહાળું,
ત્યારે તારી યાદ આવે છે.
જ્યારે અનુભવુ ફુલોની ખુશ્બુને નખરાળી,
ત્યારે તારી યાદ આવે છે,
જ્યારે જોવું વૃક્ષોને ઢળતા ડાળી ડાળી,
ત્યારે તારી યાદ આવે છે.
જ્યારે જોવું રમતા બાળકોને સાતતાળી,
ત્યારે તારી યાદ આવે છે,
જ્યારે ના જોવું તને ઓ પરીઓની રાણી,
ત્યારે તારી યાદ આવે છે.

