હજુય એની સાથે જ પ્રેમ છે
હજુય એની સાથે જ પ્રેમ છે
જો મિત્ર હવે વાત જાણે એમ છે,
કે મને હજુય એની સાથે જ પ્રેમ છે,
લાગણીઓ ભલે થઇ વેરવિખેર ,
પણ મને હજુય એની સાથે જ પ્રેમ છે.
ભુલી ગઈ છું હું એને ચાહવાનું,
બસ એ જ હમણાં બધાનો વહેમ છે,
ભલે ના લખું ખુશ્બુ એની ગઝલમાં,
પણ મને હજુય એની સાથે જ પ્રેમ છે,
એમના છોડીને ગયા પછી પણ,
મારા જીવનમાં બધું જ હેમખેમ છે,
હું હસતી રમતી દેખાઉં છું તો કારણ,
એ કે મને હજુય એની સાથે જ પ્રેમ છે,
કહી જાય છે લોકો પાગલ આશિક મને,
જાણે બધાને લાગે અનંત જેમ તેમ છે,
એ ભુલી ગઈ છે મને ખબર હોવા છતાં,
પણ મને હજુય એની સાથે જ પ્રેમ છે.

