STORYMIRROR

Hiten Patel

Romance Inspirational

4  

Hiten Patel

Romance Inspirational

અહીં આવી જવાનું

અહીં આવી જવાનું

1 min
370

ધોમધખતી બપ્પોરે અહીં આવી જવાનું,

તું તારે એક વખત તો શ્વસી જવાનું,


પારાવાર ગરમીમાં બળબળતા ઉનાળે,

અષાઢી મેઘની જેમ વરસી જવાનું,


ચારે બાજુ દોડી જાય છે એકલા ઝાંઝવા,

આવી નિરાશાઓમાં કશુંક કહી જવાનું,


અંગ દઝાડતી અગનગોળા શી લૂમાં,

સ્પર્શીને હળવેકથી હૂંફાળો કરી જવાનું,


સૂમસામ ભાસતા આ વનવગડામાં,

થોડીક મસ્તી કરી જોમ ભરી જવાનું,


અંગારા શમી કોરી ધાક્કોર આંખોમાં,

મટકું મારી મારા જેવું હસી જવાનું,


ઉનાળાની ભર બપ્પોર જેવી પ્રતીક્ષામાં,

ખોઈને મારામાં ભાવવિભોર બની જવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance