STORYMIRROR

Hiten Patel

Inspirational

4  

Hiten Patel

Inspirational

ચાલ મળીએ

ચાલ મળીએ

1 min
300


ચાલ મળીએ, દિલ ખોલીને વાત કરીએ,

ચાલ ફરીએ, હાથ ઝાલીને યાર ફરીએ !


સાચૂકલું હસી, ફુરસદની બે પળ વિતાવીએ,

એકમેકને ગમીએ, આંખમાં નાખીને આંખ જોઈએ !


હું ભીંજાઉં ને તમે રહો કોરાકટ, ના ચાલે !

ભીતરથી છૂટે વ્હાલ, પ્રેમના એ બીજ વાવીએ !


છાનું છાનું ડૂસકુ ભરી, મૌન થઈ ના રઝળ,

આવ પકડીને હાથ, ભાઈબંધીનો ખભો પલાળીએ !


તારી ને મારી પળ જિંદગીમાં પાછી આવતી નથી,

મહેફિલ મહોબ્બતથી મજાની ક્યાંક જમવીએ !


જો કોઈની આંખમાં ખુશીના આંસુ જોવા મળે તો,

જતું કરવું પડે તો જતું કરી દઈએ !


મારું તારું ભૂલી જઈ પંખીઓની જેમ ચણીએ,

પ્રેમનાં બીજ વાવી માણસાઈનાં ડૂંડા લણીએ !


Rate this content
Log in