STORYMIRROR

Hiten Patel

Others

3  

Hiten Patel

Others

આ શહેર!

આ શહેર!

1 min
138

આ શહે ર!

થોકબંધ સમયની હડફેટો વચ્ચે,

સતતના ઉજાગરા વચ્ચે જીવતું શહેર !


પૈડાઓ ઉપર લપસતું શહેર,

જીવ સટોસટ નો ખેલ ખેલી,

બિચારાની માણસાઈને કસતું શહેર !


કોયલને કોઈ સાંભળતું નથી,

માળા વિનાના પક્ષીઓને ટહુકવાનું થતું નથી !

ઉડવાનું ભૂલીને કબૂતર પણ -

લિફ્ટ ઉપર આવ જાવ કરે છે !


શહેરની ફાંદ વધવાનો રોગ

રોજે રોજ વકરે છે.

કોંક્રીટની ઊંચી ઊંચી દીવાલો વચ્ચે

અથડાઈ અથડાઈને નજરો બરછટ બની ગઈ છે !


ને ધૂમાડાના શ્વાસો શ્વાસ તો કોઠે પડી ગયા છે !

ટેલિફોનનું વાતોળિયું આ શહેર,

જાણે ઘોંઘાટના બોગડામાં

ઠાંસી ઠાંસીને પૂરાયેલું આ શહેર !


બે - ચાર કમોત કે હુલ્લડ પછી

હડતાલ રૂપે આ શહેર

બેસણું રાખે છે !


શહેરની ભીડમાંથી જતા

અલ્યા એ મોત પકડેલી મુઠ્ઠી

રસ્તામાં ક્યાંક ખૂલી ના જાય !


साहित्याला गुण द्या
लॉग इन