Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Drama Tragedy Inspirational

3  

Hiten Patel

Drama Tragedy Inspirational

આ શહેર

આ શહેર

1 min
119


આ શહેર !

થોકબંધ સમયની હડફેટો વચ્ચે,

સતત ના ઉજાગરા વચ્ચે જીવતું શહેર !

પૈડાઓ ઉપર લપસતું શહેર,

જીવ સટોસટનો ખેલ ખેલી,

બિચારાની માણસાઈને કસતું શહેર !


કોયલને કોઈ સાંભળતું નથી,

માળા વિનાના પક્ષીઓને ટહુકવાનું થતું નથી !

ઊડવાનું ભૂલીને કબૂતર પણ -

લિફ્ટ ઉપર આવ જાવ કરે છે !


શહેરની ફાંદ વધવાનો રોગ

રોજે રોજ વકરે છે.

કોંક્રિટની ઊંચી ઊંચી દીવાલો વચ્ચે

અથડાઈ અથડાઈને નજરો બરછટ બની ગઈ છે !

ને ધૂમાડાના શ્વાસો શ્વાસ તો કોઠે પડી ગયા છે !


ટેલિફોનનું વાતોળિયું આ શહેર,

જાણે ઘોંઘાટના બોગડામાં ઠાંસી ઠાંસીને પૂરાયેલું આ શહેર,

બે - ચાર કમોત કે હુલ્લડ પછી

હડતાલ રૂપે આ શહેર

બેસણું રાખે છે !


શહેરની ભીડમાંથી જતા

અલ્યા એ -

મોત પકડેલી મુઠ્ઠી

રસ્તામાં ક્યાંક ખૂલી ના જાય !


Rate this content
Log in