Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Romance

4  

Hiten Patel

Romance

વર્ષો પછી પ્રેમિકાને પત્ર

વર્ષો પછી પ્રેમિકાને પત્ર

1 min
306


પત્ર લખું છું વર્ષો પછી હું પ્રેમિકાને,

મુજને નિહાળી સામે બેઠી છે તું જાણે !

પત્ર નહિ આ મારું હૃદય છે,

તારો મારો નિર્મય પ્રણય છે.


સંઘરી રાખેલી ઊર્મિઓનો

મોજાં સમ ઉછળતો સુંદર લય છે !

પ્રેમ ભરી વાતો સાંભળતાં સાંભળતાં

મારામાં તું ખોવાઈ જતી.


ઝુલ્ફો તારી પાવનમાં લહેરાતી ત્યારે

છાનું છાનું હરખાઈ જતી !

પ્રેમ ભર્યા નયન મિલાવી

પછી શરમાતી શરમાતી તું યે કહેતી -

મેં તમને આંજ્યા છે આંખોમાં

આ કાજળ નથી કહાન કાળો છે !


મારી તું રાધા હતી, પ્રીતમાં તું શ્રદ્ધા હતી

મારી આંખોમાં સમાયેલી બસ

એક જ મારી વાગદત્તા હતી !

પત્ર લખું છું એ મુજને ખબર નથી,

વિરહના શબ્દો મુજ આત્માથી પર નથી.


પત્રને લખતાં લખતાં ના હું આંસુને રોકી શક્યો,

કિન્તુ આંસુને મેં નીચે પડવા ના દીધાં છે,

એ આંસુઓમાં કેમકે મેં તમને સંઘર્યા છે !

બીજું તો કંઈ નહિ પત્ર આખો વાંચી જજે

ઉર ઊર્મિઓ ઉછળશે : 'શાર્દુલ '

એટલું તું જ હોઠોથી કહેજે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance