Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Romance

4  

Hiten Patel

Romance

પિયુ સ્મરણ

પિયુ સ્મરણ

1 min
322


મેં હલાવી બંધ પાપણોને આસ્તેથી,

કે કાંકરીને પેઠે જરા કૂચ્યા તમે !


હજી તો મેં તમને જોયા હતા ઘડીક,

નજરોના ઈશારે પ્રશ્નો પૂછ્યા કેવા !


આંખોનું એ મારણ પિયુ વાગ્યું છે,

એવું તે વાગ્યું એના ઘા રુઝયા નહિ.


રાત આખી ઝુલ્ફો ઢાળીને વાટ જોતી રહી,

ઘેન એવાં તે નડ્યાં કે તમને જોયા નહિ !


બહાવરી હું તો ગોતતી'તી ને હળવેથી કો'ક બોલ્યું,

છોરી અલી પેલા હૈયડામાં ખોયા હશે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance