Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Romance Inspirational

3  

Hiten Patel

Romance Inspirational

ફાગણ ધુળેટી

ફાગણ ધુળેટી

1 min
213


આયો રે ભૈ ફાગણ આયો 

હોળી ધુળેટી લૈ ફાગણ આયો

કાબર ચિતરા રંગોનું 


ગોબર ગંદુ પહેરણ પહેરી ;

શરમ વિનાનો ટાબરીયો 

આયો રે ભૈ લાલો લહેરી !


નાની નાની વહુઓ ગોરી, 

છેલછબીલી ગમતીલી છોરી, 

ઉપર દબાવી પિચકારી મોરી, 

અરરર ! કાદવ મહી રગદોળી !


વેંતવેંતનાં છૈયાંઓ 

રંગ ભરી પિચકારી છોડે !

લથબથ લથબથ ભીંજાઈ 

કાદવની ચાદર પે દોડે !


માનવ વર્ષાની રેલ નીચે 

ઝાંઝરીઓના ઝણકાર ગાજે, 

થડક થડક હૈયાનું જોબન 

ઘૂંઘટ મહીં મલકાતું લાજે !


કેસૂડાના રંગો લાલ, 

આમ્ર મહોરની તાજી મહેક, 

રેલમછેલ હૈયામાં પ્રસરી 

માનવ ભાવને ભીંજવે આજ !


અલક મલકની કરે સે'ર 

પણ હોળી ધુળેટીએ આવે ઘેર 

ખરો મારવાડી એ ખરો રસિલો 

વતન પ્યારો ઓચ્છવ ઘેલો ! 


Rate this content
Log in

Similar gujarati poem from Romance