STORYMIRROR

Tirth Soni "Bandgi"

Romance Others

4  

Tirth Soni "Bandgi"

Romance Others

એક ખૂણે રોયા કરીએ

એક ખૂણે રોયા કરીએ

1 min
425

અમને અળગાં કરી આપ છોડી ચાલ્યાં,

એકલાં તડપવા અંધકારમાં,

બીજું તો શું કરીએ ? 

બેસીને એક ખૂણે રોયા કરીએ.


અંધારે ઓરડે એક દીવડાની જ્યોતિ,

એને થપાટે થપાટે ઓલવ્યાં કરીએ,

બીજું તો શું કરીએ ? 

બેસીને એક ખૂણે રોયા કરીએ.


કાળજાંની કદર તેં કદી ન કીધી, તોય,

ધબકારે ધબકારે નામ પરોવ્યા કરીએ,

બીજું તો શું કરીએ ? 

બેસીને એક ખૂણે રોયા કરીએ.


રાખી તિજોરી મેં તારા સ્મરણોની,

એ સ્મરણમાં સ્વયંને ખોયા કરીએ,

બીજું તો શું કરીએ ? 

બેસીને એક ખૂણે રોયા કરીએ.


આપી ગ્યા આપ જે યાદો સોહામણી,

આંસુઓથી નિત એને ધોયાં કરીએ,

બીજું તો શું કરીએ ? 

બેસીને એક ખૂણે રોયા કરીએ.


આપના પદ છાપ જોયાં કરીએ,

બેસીને એક ખૂણે રોયા કરીએ,

બીજું તો શું કરીએ ? 

બેસીને એક ખૂણે રોયા કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance