માનવતા દેખાય છે ?
માનવતા દેખાય છે ?
1 min
155
મોત પર માતમ જતાવવા, દંભી ઝાઝાં આવી ગયાં,
માનવતા તો મરી પરવારી, ફોગટ ફજેતા વધી ગયાં,
મગરના આંસુ લઈ આંખમાં, ફોટા ખૂબ સૌ પડાવશે,
ખરી પડી જે ઈમારત સ્નેહની, એને હવે કોણ ચણાવશે ?
કોઈની છત પડી, કોઈ એ ગુમાવ્યો સહારો,
કોઈએ ગુમાવ્યો છે હૃદયનો ધબકારો,
ઘડી બે ઘડી, કોઈ રડશે વધુ બે દિન રાત,
દંભી દુઃખ દેખાવ કરી પોઢશે વિસારી આ વાત,
નહીં લે સંભાળ કોઈ કાલ, દુઃખ દર્દ સૌ ભૂલી જશે,
બે કિનારા ને મચ્છુ માતા વરસો સુધી રોયા કરશે,
સંવેદનાની ચેતન જ્યોતિ માનવ જ કહેવાય છે,
તોય ક્યાં "બંદગી" કોઈમાં માનવતા દેખાય છે ?