મારો મોરારી...
મારો મોરારી...
આંખો માં અશ્રુ લઈ ઉભી એક નારી,
દેખાવડી સુંદર ને બોલી પણ પ્યારી.
ચાલ ચપળ અને ચંચળ ગતિ ન્યારી,
લજ્જા ને સ્વયં એને જાણીને ગુમાવી.
દિલરૂબા ત્યજી ને તંબુરો સ્વીકારી,
મોહન ને મીરાં ની ગીરા એ પોકારી.
તજી લોક લજ્જા ને મીરાં થઈ બાંવરી,
એક જ રટણ રટે રડતાં રડતાં, મારો મોરારી... મારો મોરારી...
- તીર્થ સોની "બંદગી"