Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

અરીસો

અરીસો

1 min
321


તમોને નીરખીને ખુદ શરમાય છે અરીસો,
તમારા કરતાય વધુ હરખાય છે અરીસો !

જુઓ સાદગી જ તમારી છે જ્યાં એક શૃંગાર,
ને તમારી પ્રશંસા થકી છલકાય છે અરીસો !

તમારી નજરના તીરથી વીંધાઈ જશે એ તો,
તમારા દર્શન થકી તો મલકાય છે અરીસો !

સર્વ સ્વર્ણ અલંકાર પણ ફિકા પડ્યા જ્યાં,
ત્યાં તમને પામવા ખુદ લલચાય છે અરીસો !

ખુલ્લા કેશ બાંધીને કેશગુંફન તમે કરો,
ને ગૂંચવાયેલી ઝુલ્ફોમાં અટવાય છે અરીસો !

ઉદાસ થઈને તમે સામે આવો તો મારા સમ,
તમારી ઉદાસી જોઈને કરમાય છે અરીસો !

તમારી અંગડાઈઓમાં છે અનેરું આકર્ષણ,
તમારાથી અંજાઈ ખુદ વળ ખાય છે અરીસો !

ને તમે જો અચાનક શરમાવ નેણ ઢાળીને,
તો ખુદ એક પ્રેમની આંખ બની જાય છે અરીસો !

ભીતરનું 'પરમ' સૌંદર્ય નિરખાય જો કદી,
મુજ 'પાગલ'નો આત્મા જ બની જાય છે અરીસો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance