STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Others

શોધું છું...!!

શોધું છું...!!

1 min
14

આરામ કરી કરીને થાકી ગયો છું,
થાક ઉતરે એવુ એક કામ શોધુ છું !!

કહે છે સહુ પ્રેમ કરીને છલકી ગયો છું, ભરી લે કોઈ એવું એક પાત્ર શોધું છે !!
 
દરિયા મા વસવાટ છે ને તરસ્યો છું,
છીપે તરસ એવું એક ટીપું શોધું છે !!

ખૂબ ખાઈ ખાઈને હવે લાંઘી ગયો છું, ઉપવાસનો એક ઓડકાર શોધું છુ !!

જીતવાની કોશિશોમાં હારી ગયો છું,
હવે હારીને જીતું એવો એક દાવ શોધું છું !!
 
વગર ગુને અપરાધી બની ગયો છું,
ગુનો કરીને કેદીની આઝાદી શોધું છું !!

ખૂબ લડી લડીને હવે હાંફી ગયો છું, સ્થપાય શાંતિ એવું છેલ્લું યુદ્ધ શોધું છું !!

અનુભવોથી ઘડાઈને પાકી ગયો છું, હવે ખરી પડાય એવી ભવ્ય ક્ષણ શોધું છું !!

તમને કોણે કીધું કે હું મરી ગયો છું?
હું તો મર્યા પછી નવું જીવન શોધું છું !!

"પરમ"ની શરાબથી બહેકી ગયો છું,
હોશ લાવે એવુ "પાગલ"પન શોધું છું !!

 ગોરધનભાઈ વેગડ
(પરમ પાગલ) - સુરત


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics